Gujarat

દામનગર નું ગૌરવ ડો સોનલબેન ચૌહાણ ને મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ધન્વંતરિ એવોર્ડ ૨૦૨૫ એનાયત /

દામનગર નું ગૌરવ ડો સોનલબેન ચૌહાણ ને મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ધન્વંતરિ એવોર્ડ ૨૦૨૫ એનાયત / દામનગર નું ગૌરવ વધારતા ડો સોનલબેન મકવાણા શ્રેષ્ઠ શિક્ષક પરિતોષક વિજેતા બાબુભાઈ વી મકવાણા અને સ્વર્ગીય શિક્ષક સ્વ હીરાબેન મકવાણા ના પુત્રીરત્ન ડો સોનલબેન આશિષકુમાર ચોહાણ તબીબ ક્ષેત્રે અનેક શોધ સંશોધન અને આરોગ્ય ક્ષેત્રે બેનમૂન પ્રદાન બદલ વરલી મુંબઈ નેહરુ ઓડીટોરિયમ હોલ ખાતે આરોગ્ય ના દેવ ભગવાન ધન્વંતરિ એવોર્ડ એનાયત ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે એનાયત કરાયો હતો મહારાષ્ટ્ર માં રિલાયન્સ ગ્રુપ સંચાલિત હરકિશન હોસ્પિટલ માં તબીબ ડો સોનલબેન તબીબ ક્ષેત્રે વિવિધ ડિગ્રી ઓ એ.બી.બી.એસ.એમ.ડી.ડી.એમ.આર.ઈ તરીકે સેવારત છે દામનગર શહેર માં પ્રાથમિક વિદ્યા અભ્યાસ કરી આગળ વધેલા મકવાણા પરિવાર ના પુત્રીરત્ન ડો સોનલબેન ચૌહાણ ને ધન્વંતરિ એવોર્ડ ૨૦૨૫ એનાયત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે વરલી નહેરુ ઓડિટોરિયમ ખાતે થતા સમગ્ર શહેરભર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ મિત્રો પરિચિતો દ્વારા અભિનંદન વર્ષો કરાય રહી છે તેમ બી વી મકવાણા પરિવાર ના યશવંતભાઈ મકવાણા પુત્રવધુ શ્રીદેવી મકવાણા પૌત્રી રત્ન પરિબેન મકવાણા નિરુબેન.જયશ્રીબેન વર્ષાબેન તેજસ પરમાર સહિત સમગ્ર પરિવારે અનેરી સિદ્ધિ અને વિશિષ્ટ સન્માન બદલ અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250703-WA0147-1.jpg IMG-20250703-WA0146-2.jpg IMG-20250703-WA0148-0.jpg