દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે છભાડિયા પ્રા. શા ના વિદ્યાર્થી ઓ પધાર્યા
દામનગર શહેર ની સમગ્ર રાજ્ય માં સાહિત્ય જગત શાન ગણાતી સદી જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે છભાડિયા પ્રાથમિક શાળા ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓ પધાર્યા જાહેર સ્થળો ની મુલાકાત માં દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની પસંદગી અને મુલાકાત કરતા વિદ્યાર્થી ઓએ જિજ્ઞાસા વૃત્તિ થી પુસ્તકાલય ની રસપ્રદ માહિતી મેળવી વિદ્યાર્થી ઓની નિર્દોષ પ્રશ્નોતરી યોજાય હતી છભાડીયા પ્રાથમિક શાળા ના એ બી ડોડીયા સહિત શાળા પરિવારે દરેક વિભાગો વ્યવસ્થા નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી શાળા ના વિદ્યાર્થી ઓને અવગત કરતા ગ્રન્થપાલ રાજુભાઇ પંડ્યા મીનાબેન મકવાણા સહિત વાંચકો સાથે પુસ્તકાલય ની વિશેષતા જાણી ખુશખુશાલ થતા છભાડીયા પ્રાથમિક શાળા પરિવારે અતિ દુર્લભ અપ્રાપ્ય અનેક વિષયો અને પુસ્તકાલય ની અનેક વિધ સેવા સ્વચ્છતા નિહાળી આનંદિત થયા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા