અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા SPSS સોફ્ટવેર અંગે એક મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ વ્યાખ્યાન 16 એપ્રિલ 2025ના રોજ યોજાયું હતું.
કોલેજના આચાર્ય ડૉ. એન.કે. સોનારા દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન અને ડેટા એનાલિસિસ માટે SPSS સોફ્ટવેરની ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે સંશોધનમાં SPSSની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.

વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે PPT પ્રેઝન્ટેશન સાથે લાઈવ ડેમોનસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર વિભાગના 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સફળ આયોજન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. નિતિનકુમાર જાદવ અને પ્રાધ્યાપક ભુપેન્દ્રભાઈ ચડોખીયા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. નયન કે. સોનારાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.