તાજેતરમાં જ 25 માર્ચના રોજ સાંસદમાં પસાર કરવામાં આવેલ નાણાબિલનો દેશભરમાં પેન્શનર્સએ વિરોધ કર્યો છે.
આ બિલ પાછુ ખેચવા જિલ્લાકક્ષાએથી કલેકટરના માધ્યમથી પ્રધાનમંત્રીને રજૂઆત થાય તે માટેના આવેદનપત્રો આપ્યા હતા.
જેમાં જૂનાગઢમાં પણ 24 જૂનને મંગળવારના રોજ 250થી વધારે પેન્શનરે આવેદન પત્રો લખેલા મંડળ દ્વારા કલેકટર કચેરીએ આપ્યા હતા.
જૂનાગઢ પેન્શનર સમાજના સેક્રેટરી દિવ્યાંશુ વૈષ્ણવે જણાવ્યુ કે, તારીખ 25 માર્ચ 2025ના રોજ સાંસદમાં નાણામંત્રીએ એક નાણાબિલ પસાર કર્યુ હતુ.
જેમાં પેન્શનર સુધારણા નિયમને નાણામંત્રીએ પોતાના હસ્તક કરી લીધો છે.
જેમાં નાણામંત્રી ગમે ત્યારે પેન્શન બંધ કરી શકે અથવા તો તેમાં વધારો ઘટાડો ગમે ત્યારે કરી શકે છે.
આ બાબતને લઇ ઓલ ઇન્ડિયા પેન્શનર્સ ફાઉન્ડેશન દ્વારા 14 મેના દિલ્હી અને 29 મેના બેગ્લોર ખાતે મિટીંગ કરી આ નિયમમાં સુધારો લાવવા બાબતે નાણામંત્રી સાથે બેઠક કરી હતી અને લેખિતમાં પણ રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કોઇ સુધારો કરવામાં આવ્યો નથી.
જેને લઇ દેશભરમાં જિલ્લા મુજબ પેન્શનર્સઓએ પ્રધાનમંત્રીને આ નાણાબિલમાં પસાર થયેલ નિયમને પાછુ ખેચવા માંગ સાથેના આવેદન પત્રો આપવામાં આવ્યા છે.
જેમાં જૂનાગઢમાં 250 પેન્શનરોએ આવેદનપત્રો લખીને કલેકટરને આપ્યા હતા.