Gujarat

રાજકોટ શહેર વોર્ડનં.૧૫માં ચાલુ કામગીરીનું મોનીટરીંગ કરતા નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS).

રાજકોટ શહેર વોર્ડનં.૧૫માં ચાલુ કામગીરીનું મોનીટરીંગ કરતા નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS).

રાજકોટ શહેર તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS)એ આજે તા.૨૩-૭-૨૦૨૫ના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડનં.૧૫માં ચાલુ કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું જેમાં, વોર્ડનં.૧૫ પેવર બ્લોકની કામગીરી, સફાઈની કામગીરી, કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોની સમીક્ષા કરી હતી. વોર્ડનં.૧૫ની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરએ પેવર બ્લોકની કામગીરીનું નિરીક્ષણ કર્યું, આ જ વિસ્તારમાં સમયસર ટીપરવાન આવે છે કે કેમ તેની ચકાસણી કરી, ન્યુસન્સ પોઈન્ટ્સની વિઝીટ કરી, કોલ સેન્ટર અંતર્ગત આવતી ફરિયાદો નું રીવ્યુ કર્યું અને કસ્તુરબા વણકરવાસની વિઝીટ કરી હતી. નાયબ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે સિટી એન્જી, નાયબ પર્યાવરણ ઈજનેર, વોર્ડ ઓફિસર સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250723-WA0102.jpg