રાજકોટ મહાનગરપાલિકાની શાળાઓ ખાતે સિવિલ વર્ક સંદર્ભે મુલાકાત લેતા નાયબ કમિશનર.
રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS) એ આજે તા.૧૩-૮-૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની શાળાનં.૩૨ અને શાળાનં.૯૭ ખાતે સિવિલ વર્ક સંદર્ભે સ્થળ મુલાકાત કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાની હયાત શાળાનં.૩૨ અને શાળાનં.૯૭ ને રીનોવેશન કરવા બાબતે નાયબ મ્યુનિસિપલ કમિશનરએ બંને સ્કૂલની સ્થળ મુલાકાત કરી હતી. સ્થળ મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનરએ જરૂરી સિવિલ વર્ક કરવા સુચન કર્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનરની સ્થળ મુલાકાત દરમ્યાન સીટી.એન્જીનીયર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.