ભચાઉ નગરમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ યથાવત રહી છે. નગરના વિવિધ વિસ્તારોમાં ગટર ઓવરફ્લો થવાથી દૂષિત પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે.
જાહેર માર્ગો પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
જલારામ સોસાયટી નજીક કોલેજ તરફના માર્ગે વહેતી ગટરથી સ્થાનિક રહીશો ત્રસ્ત છે. ગટર ચેમ્બર છલકાવાથી દુર્ગંધયુક્ત પાણી દિવસભર વહે છે.
માખી-મચ્છરનો ઉપદ્રવ વધતા બીમારીનું જોખમ વધ્યું છે. સ્થાનિકોની રજૂઆત છતાં સુધરાઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મહિલા કોલેજથી મહારાણા પ્રતાપ ગેટ સુધીના માર્ગે અને સાક માર્કેટ પાસે કચરાના ઢગલા જોવા મળ્યા છે. રખડતા ઢોર અને આંખલાઓના યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ છે.
ભાજપે છેલ્લી ચૂંટણીમાં તમામ 28 બેઠકો જીતી હોવા છતાં નગરની સમસ્યાઓમાં કોઈ સુધારો થયો નથી. બે દાયકાથી ભાજપના શાસન છતાં લોકોની મૂળભૂત સમસ્યાઓ યથાવત રહી છે.
સ્થાનિક રહીશોની માગ છે કે નગરપાલિકા પોતાની ફરજ બજાવે અને આ કાયમી સમસ્યાઓનું નિરાકરણ લાવે.


