દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહેસૂલી કચેરીના કર્મચારીઓએ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા દિવંગતોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પછી, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી વર્ગ-3 મહામંડળના આંદોલનને સમર્થન આપવા માસ સીએલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના મોટી સંખ્યામાં નાયબ મામલતદારો હડતાળ પર ઉતર્યા હતા.

હડતાળના કારણે જિલ્લાની ઝોનલ કચેરીઓનું કામકાજ ખોરવાયું હતું. જનસેવા કેન્દ્રો અને અન્ય સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી.
અરજદારોના કોઈપણ કામ થઈ શક્યા ન હતા. મોટાભાગની કચેરીઓ ખાલીખમ જોવા મળી હતી. આના કારણે અરજદારોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.

