તા. ૦૯/૧૦/૨૦૨૫
વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫: ભરૂચ
હાંસોટ તાલુકાના મોઠીયા- શેરા અને ઉત્તરાજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી
ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત : લાભાર્થીઓએ ઘરઆંગણે યોજનાકીય લાભો મળવાની ખુશી વ્યક્ત કરી
ભરૂચ – ગુરૂવાર- શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, જે અન્વયે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના મોઠીયા, ઉત્તરાજ અને શેરા જેવા ગામોમાં ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.
શેરા ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરી ગ્રામજનો તેમજ લાભાર્થીઓએ વિકાસરથ થકી ઘરઆંગણે લાભો મળવાની ખુશી પોતાના પ્રતિભાવો મારફતે વ્યક્ત કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૪ વર્ષના સુદીર્ઘ શાસનકાળમાં ગુજરાત રાજ્યે મેળવેલી સિદ્ધિઓની ઝાંખી ફિલ્મના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. જેને ગ્રામજનોએ નિહાળી હતી.
આ પ્રસંગે અંકલેશ્વર – હાંસોટના ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકામાં સર્વાંગી વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે. ભારત હવે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનવાના માર્ગે પર આગળ વધી રહ્યું છે, જ્યાં દરેક નાગરિકના સર્વાંગી વિકાસ અને સુખાકારીને રાષ્ટ્રીય લક્ષ્ય તરીકે અપનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય દેશ માટે એક આદર્શ વિકાસ મોડેલ તરીકે ઉભર્યું છે.
મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને હાર્ડવેસ્ટર લાભ,ટીબી ન્યુટ્રીશન કીટ, માતૃશકિત, પુર્ણાશકિત જેવી વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો.
સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫’ની ઉમંગભેર ઉજવણી થઈ છે, ‘વિકાસ રથ’ ગામડે ગામડે જઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં રાજ્યમાં થયેલા સ્વર્ણિમ વિકાસની સિદ્ધિઓની ગાથા છેવાડાના લોકો સુધી પહોંચાડી રહ્યો છે. આ સાથે ‘સેવાસેતુ’ કાર્યક્રમથી લાભાન્વિત નાગરિકો ‘સરકાર ઘર-
આંગણે પધાર્યા’નો અહેસાસ કરી રહ્યા છે,
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, હાંસોટ તાલુકા મામલતદારશ્રી, તા.વિકાસ વિકાસ અધિકારી સહિત સરપંચશ્રી અને લાભાર્થીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….