મેંદરડા : નગર માં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું
રાત્રે 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણ ને પારણે ઝુલાવ્યા મટકી ફોડના કાર્યક્રમ યોજાયા
મેંદરડા માં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા.નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા મેંદરડા પટેલ સમાજ ખાતેથી પ્રસ્થાન કરી વાલમ ચોક, જુની ગીર બજાર,અજમેરા ચોક, પાદર ચોક, જીપી હાઈસ્કૂલ મેન રોડ, સરદાર પટેલ ચોક, અને સોસાયટી ના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી શોભાયાત્રામાં વિવિધ સ્થળોએ મટકી ફોડ ના કાર્યક્રમ યોજાયા હતા અને લોકો દ્વારા છાશ શરબત પાણી સહિતની સેવાકીય કીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ શોભાયાત્રા નાજાપુર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલ હત
આ શોભાયાત્રા માં હિન્દુ ધાર્મીક સમિતિ સહીત અનેકો સમીતીઓ,સંગઠનો, સામાજિક સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થાઓ, રાજકીય બિન રાજકીય આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા
રાત્રે 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણ ને પારણે ઝુલાવ્યા હતા .તેમજ મટકી ફોડ ના કાર્યક્રમો યોજાયા હતા
મેંદરડા માં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.રાત્રે બારના ટકોરે મંદિરના પટ ખોલતા જ ભગવાન શ્રી કૃષ્ણના અદભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.શહેર મા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનો એ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરી હતી
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા