લીંમડી ત્રણ રસ્તા નજીક ધંધુકા પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તે સમયે એક ટ્રક પસાર થઈ હતી જેની તપાસ કરતાં મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતા વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો.
આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસે ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ધંધુકા પોલીસને ફેદરાથી ધંધુકા તરફ આવી રહેલા ટ્રકમાં પાણીની બોટલોની આડમાં વિદેશી દારુનો જથ્થો છુપાવી દારુની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળતા ધંધુકા પોલીસે વોચ ગોઠવી હતી.
પોલીસને બાતમીદારે આપેલી વિગતો પ્રમાણે ટ્રક નંબર ય્ત્ન૨૫્૯૪૫૯ને થોભાવી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન ટ્રકમાંથી પાણીની બોટલના કેરેટ નીચે છૂપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારુની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૯૬૦ તથા ૧૮૦ મી.લી.ની કાચની બોટલો નંગ. ૫૧૮૪ તથા ૧૮૦ મી.લી.ની પ્લાસ્ટિકની બોટલો નંગ. ૪૩૬૮ તથા બીયર ટીન નંગ ૧૬૩૨ મળી કુલ ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ તથા બીયર મળી કુલ રુપિયા ૩૯,૩૯,૮૪૦ ની કિંમતની ૧૨૧૪૪ નંગ બોટલો, મોબાઇલ, ટ્રક નંબર ય્ત્ન૨૫્૯૪૫૯ તથા પાણીની બોટલોના કેરેટો ૮૭૫ સહિત પોલીસે કુલ રુપિયા ૪૬,૧૨,૩૪૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
આ સાથે અમરાભાઈ ગલાભાઈ મોરી (રહે.રાણપર, તા.ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા)ને ઝડપી લઈ પુછપરછ કરતા તે આ દારુનો જથ્થો તેમના ગામના નાગાભાઈ રાજાભાઈ કોડીયાતરના કહેવાથી લાવી રહ્યો હોવાની વાત કરી હતી અને દમણથી અજાણ્યા શખ્સે ભરી આપ્યો હતો. આ અંગે ઉક્ત ત્રણેય વિરુદ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

