કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર કિસીકે વાસ્તે હો અપને દિલમેં પ્યાર, જીના ઉસીકા નામ હૈં..
ખાલી ઓટલે બેસીને અલકમલકની ચર્ચાઓ કરતાં કે પાનના ગલ્લે ક્રિકેટ મેચની કોમેન્ટેટરી જોતાં કે સાંભળતાં કે પછી વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર કે સોશ્યલ પ્લેટફોર્મ પર ખાલી સુફિયાણી કોમેંટ કરવા કરતાં લાયક લોકોના આંસુ લુંછી તેને યોગ્ય રીતે મદદરૂપ થવાના સામાજિક કાર્યોમાં પણ આપની બુધ્ધિ કૌશલ કે ક્ષમતાનો ઉપયોગ થાય એ આજની યંગ જનરેશને ધારાબેન ગોહિલ જેવી સેવાભાવી વ્યક્તિઓ પાસેથી શીખવા જેવું ખરું
સાવરકુંડલા ખાતે આવેલ ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ કે જે હર હંમેશ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તૈયાર હોય છે.. તે પૈકી સાવરકુંડલામાં રહેતા એક દિવ્યાંગ સોલંકી વીનુંભાઈ રૂપાભાઇ કે જેઓ મહુવા રોડ , ચંદારાણાની બાજુમાં રહે છે જેમને ધારાબેન ગોહિલ દ્વારા સમાજ સુરક્ષા ખાતા યોજના અંતર્ગત બસ મુસાફરીનો એકદમ મફત પાસ કઢાવી આપવામાં આવ્યો અને એટલું જ નહિ એમની સાથે જ જે પણ મુસાફરી કરે એ વ્યક્તિને પણ ટિકીટ ખર્ચો નહિ કરવો પડે. સાથે સાથે સંત સુરદાસ યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયાની સહાય એમને એમના જ ખાતામાં એનાયત થશે અને આ યોજનાનો ઓફર લેટર પણ ભાઈને આપવામાં આવ્યો

સરકારની કોઈ પણ યોજનાનો લાયક વ્યક્તિને લાભ અપાવવામાં મદદરૂપ થવું એ પણ એક પ્રકારની સમાજ સેવા જ છે. ખાલી ઓટલે કે પાનને ગલ્લે ક્રિકેટ મેચની કોમેન્ટેટરી જોતાં કે સાંભળતાં સાંભળતાં કે વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર કે સોશિયલ પ્લેટફોર્મ ખાલી સુફિયાણી કોમેંટ કરવામાં સમય પસાર કરવા કરતાં આવા લાયક લોકોના આંસુ લુંછી તેને યોગ્ય રીતે મદદરૂપ થવાના સામાજિક કાર્યોમાં પણ આપની ક્ષમતા કૌશલ્ય અને બુધ્ધિમતાનો ઉપયોગ થાય એ પણ આજની યંગ જનરેશને ધારાબેન ગોહિલ જેવી સેવાભાવી વ્યક્તિઓ પાસેથી શીખવા જેવું તો ખરું
બિપીન પાંધી સાવરકુંડલા