મેંદરડા ખાતે ધટક પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતગર્ત કાર્યકમ યોજાયો
પ્રોગ્રામ ઓફિસર જુનાગઢ જિલ્લાના માર્ગદર્શન અને આઈસીડીએસ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે
મેંદરડા ખાતે ચાલતી આંગણવાડીઓમાં જે લાભાર્થી ઓને ટી.એચ.આર (માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણ શક્તિ) અને મિલેટ (શ્રી અન્ન) માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મહેશ ગીરીબાપુ, તાલુકા પંચાયત પ્રમુખ, મોહનભાઈ મુછડીયા મેંદરડા સરપંચ જયાબેન ખાવડુ તેમજ icds વિભાગના કાજલ બેન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યું અને સારી સારી અને પૌષ્ટિક વાનગીમાં એક બે અને ત્રણ નંબર આપવામાં આવેલ
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે કેલરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ટેક હોમ રાશન (માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ) દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે
(મિલેટ શ્રી અન્ન) નાના દાણા વાળા ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા સભર પાકો જેવા કે બાજરી,જુવાર,નાગલી,(રાગી) કાંગ,ચેણો,બંટી (સામો) કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે એમાં મોટાભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે
મિલેટ (શ્રી અન્ન) આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે ટેક હોમ રાશન માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ મિલેટ શ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો ની મદદથી પૌષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી અને લોકોને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરે તે અંગે જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
રીપોટ -કમલેશ મહેતા મેંદરડા