Gujarat

ભારે પવન સાથે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા, વાહનચાલકોને મુશ્કેલી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ગરમી બાદ ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ શરૂ થયો હતો.

ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.

ખાસ કરીને ધાનેરા-ડીસા રોડ પર આવેલા મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તા પર ભરાયેલા પાણીને કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા. સ્થાનિક રહીશોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ જળભરાવના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.