Gujarat

શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટ નું વિતરણ

શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટ નું વિતરણ

બોટાદ શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી શાળામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી પરમ પૂજ્ય શ્રી પરમાનંદદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શ્રી મુનિ વલ્લભદાસજી સ્વામી તથા પરમ ભક્ત શ્રી કનુભાઈ ખાચર તથા પરમ ભક્ત હરપાલભાઇ ભુવા એ મુલાકાત કરી શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી આશીર્વાદ આપેલ હતા અને સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહીં તેમજ વ્યસનથી દૂર રહેવું જોઈએ અભ્યાસ માં ખુબ આગળ વધો તેવા આશિષ આપ્યા હતા શાળાના સંચાલક ઘનશ્યામભાઈ ફતેપરા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250621-WA0155-2.jpg IMG-20250621-WA0154-1.jpg IMG-20250621-WA0183-0.jpg