પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુર તાલુકાની સિનાડ શાળામાં 252 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું વિતરણ
દાતાઓના સહયોગથી બાળકોના ચહેરા પર ઝળહળ્યું આનંદ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સિનાડ પે. સેન્ટર શાળામાં દાતાશ્રીઓના સહયોગથી બાળકોને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું.દાતા તરીકે વિનોદભાઈ જૈન, હેમંતભાઈ શાહ, ડૉ. કૌશલભાઈ અગ્રવાલ (અમદાવાદ) તથા વિજયભાઈ ભરવાડ (સુરત) દ્વારા કુલ 252 નંગ સ્કૂલ બેગ અને પાણીની બોટલો આપવામાં આવી.
આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ શિક્ષિકા અંજનાબેન પટેલના દીકરા નીલ પટેલ (ઓસ્ટ્રેલિયા) તરફથી તમામ બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.
ગામના વડીલોના હસ્તે વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઈ ચૌહાણએ તમામ દાતાશ્રીઓ તથા સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તેમજ જેમના પ્રયાસોથી આ ભગીરથ કાર્ય સફળ બન્યું તેવી શાળાની શિક્ષિકા ભાવિકાબેન ભોકલવા તથા શાળા પરિવારનો પણ ઉલ્લેખ કરી સરાહના વ્યક્ત કરવામાં આવી હતી.શાળા સ્ટાફ, ગ્રામજનો તથા વડીલોની હાજરીમાં યોજાયેલ આ સેવા કાર્યક્રમથી શિક્ષણ સાથે સંવેદનાનું પણ અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતુ.