મેંદરડા ખાતે જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા નુતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
મેંદરડા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા ના અધ્યક્ષતા માં નુતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ નુ આયોજન શ્રમ રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયા ના અધ્યક્ષતા માં સ્નેહ મિલન યોજાયો હતો
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લા અને મેંદરડા તાલુકાના તમામ પદાધિકારીઓ,કાર્યકરો, આગેવાનો, ભાઈઓ, બહેનો, બાળકો વિવિધ ગ્રામ્ય વિસ્તારો માંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ સ્નેહ મિલન કાર્યક્રમ ના અધ્યક્ષ મનસુખભાઈ માંડવીયા નું આગમન થતાં વાજતે ગાજતે પુષ્પવર્ષા થી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ.બાદ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર દ્વારા લોક હિતાર્થે નવી ઓફિસ બનવામાં આવેલ જે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ તમામ આગેવાનો કાર્યકરો ની ઉપસ્થિતિમાં નવ નિર્માણ થયેલ ઓફિસનું કેન્દ્રીય મંત્રીના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવેલ અને તમામ લોકો દ્વારા વિઝીટ કરવામાં આવેલ
આ સ્નેહમિલન કાર્યક્રમ સ્થળે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા નું આગમન થતા ઉપસ્થિત માનવ મહેરામણ, કાર્યકરો,આગેવાનો દ્વારા વંદે માતરમ્ ભારત માતાકી જય ના વિવિધ નારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના વિવિધ કાર્યકર્તાઓ આગેવાનો એ મંચ પર સ્થાન ગ્રહણ કરી વિધિવત્ તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્નેહ મિલન કાર્યક્રમ ખુલ્લો મુકી આગળ ધપાવ્યો હતો
આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા નું જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા બુકે અને મોમેન્ટો આપી સ્વાગત સન્માન અભિવાદન કરેલ હતું અને ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો, અને વંદે માતરમ્ સેવા સમિતિ ટીમ દ્વારા કેન્દ્રીય મંત્રીનુ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવેલ
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા એ પ્રવચનમાં જણાવેલ હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા ત્યારે દેશ અને દુનિયામાં ભારતનું આગવું સ્થાન ઊભું કરેલ છે, ત્યારે બિહાર માં યોજાયેલ ચૂંટણીના પરિણામો માં એન.ડી.એ ને પ્રચંડ ઐતિહાસિક વિજય મળતા સરકાર બની રહી છે જેનો શ્રેય બિહારની જનતાને આપી ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી દ્વારા લોકો ને જણાવ્યું હતું કે રાજકોટ પોરબંદર વચ્ચે લોકલ ટ્રેનની સુવિધા ને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવેલ આ ટ્રેન સરુ થતાં લોકોને આર્થિક ફાયદા સાથે મુસાફરી આનંદમય બનશે,અંત માં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી, આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા








