Gujarat

સુરતમા સુદામા કા રાજા ગણેશ મહોત્સવ ખાતે દિવ્ય ધર્મસભા નુ આયોજન

સુરતમા સુદામા કા રાજા ગણેશ મહોત્સવ ખાતે દિવ્ય ધર્મસભા નુ આયોજન

સુરત સુદામા કા રાજા ગણેશ મહોત્સવ ખાતે દિવ્ય ધર્મસભા યોજાય હજારો શ્રોતા ઓએ સ્થિર પ્રજ્ઞ બની સાંભળ્યા સ્વામી આત્માનંદ સરસ્વતીજી ને શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના સેક્રેટરી તથા વિશ્વ હિંદુ પરિષદ અયોધ્યાના ઉપાધ્યક્ષ આદરણીય ચંપતરાયજી ઉપસ્થિત રહ્યા હતા.વક્તા પદે રાષ્ટ્રવાદી પ્રખર વક્તા આત્માનંદ સરસ્વતી બાપુ એ હાજર ભક્તજનોને માર્ગદર્શન આપ્યું. સાંપ્રત સમયમાં યુવાધનની સાચી ફરજ, રાષ્ટ્રપ્રેમ તથા ઉત્તમ માનવજીવન કેવી રીતે જીવી શકાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં જણાવ્યું કે યુવાનોએ વ્યસનથી દુર રહીને સાંસ્કૃતિક અને માનવીય મૂલ્યોનું રક્ષણ કરવું જોઇએ તેમજ દીકરીઓ સશક્ત બની ભારતીય સંસ્કારોને આગળ ધપાવવા પડશે તોજ આપણી સંસ્કૃતિને બચાવી શકીશું.આ અવસર પર વિશ્વ હિંદુ પરિષદના કોષાધ્યક્ષ દિનેશભાઈ નાવડીયા, શ્રી લંકાવિજય હનુમાનજી મંદિર મહંત શ્રી સિતારામબાપુ, અટલ આશ્રમ પાલથિ પુજ્ય બટુકગીરી બાપુ, સૌરાષ્ટ્રથી બળદેવ બાપુ, વાલેશ્વર આશ્રમ દિવેરથી ભરતદાસ બાપુ, તથા વડીયાથી ભરતનાથ બાપુ પોતાની ઉપસ્થિતિ દર્શાવી હતી.
સાથે જ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવાણી, સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓમાં ઇશ્વરભાઈ ઘોળકિયા (ગોલ્ડી સોલાર),રાકેશભાઈ દુધાત (શ્રી હરી ગ્રુપ) અને હાર્દિકભાઈ ખુંટ (વેદાંત ગ્રુપ) ઉપસ્થિત રહ્યા હતા.હજારોની સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ ધર્મસભાએ ભવ્યતા અને આધ્યાત્મિકતા બંનેનું સુંદર સંમિશ્રણ સર્જ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250830-WA0095-2.jpg IMG-20250830-WA0097-1.jpg IMG-20250830-WA0096-0.jpg