Gujarat

સ્માર્ટફોનમાં મિડરેન્જની તુલનાએ પ્રિમિયમ સેગમેન્ટમાં બમણો ગ્રોથ

દેશમાં 5જીના સતત વધી રહેલા વ્યાપ સાથે ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલા ઇન્ટરનેટ અને સરળ ડેટા ઉપલબ્ધિના કારણે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. આ ઉપરાંત કોરોના મહામારી બાદ સ્માર્ટફોન સેગમેન્ટમાં યુવાવર્ગનું આકર્ષણ મિડસેગમેન્ટની તુલનાએ પ્રિમિયમ ડિવાઇઝ તરફ વધુ વધ્યું છે જેના કારણે છેલ્લા એક વર્ષમાં પ્રિમિયમ સ્માર્ટફોન કે જેમની રેન્જ રૂ.40 હજારથી વધુ હોય તેની ડિમાન્ડ બમણા જોરે વધી છે.

દેશમાં મેન્યુફેક્ચરિંગ કરવા પ્રોત્સાહન સાથે સરકારના મેક ઇન ઇન્ડિયા વિઝનના કારણે આઇફોન પણ દેશમાં મેન્યુફેક્ચર થઇ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી છે. ગયા વર્ષે ભારતમાંથી એપલ આઇફોનની નિકાસ 42% વધીને રૂ. 1.08 લાખ કરોડ થઈ હતી. જ્યારે દેશમાં આઇફોનનું ઉત્પાદન વાર્ષિક 46% વધીને 1.48 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું છે. ભારતમાંથી નિકાસ થતા આઇફોનમાં ભારતીય ઘટકોનો હિસ્સો 15-20% સુધી પહોંચી ગયો છે.

ટીયર 2-3માં રિયલમીએ મજબૂત ગ્રોથ નોંધાવ્યો

ટીયર 2-3માં રિયલમીએ મજબૂત ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીએ તાજેતરમાં તેમના સ્માર્ટફોન અને AIOT પોર્ટફોલિયોમાં ગ્રાઉન્ડ-બ્રેકિંગ ઉત્પાદનો 14 પ્રો સિરીઝની રજૂઆત કરી છે. ડિવાઇસ ગ્રાઉન્ડબ્રેકિંગ ડિવાઈસ છે જેમાં ઉદ્યોગની પ્રથમ સુવિધાઓ છે. વિશ્વનો પ્રથમ કોલ્ડ સેન્સિટિવ કલર ચેન્જિંગ ફોન છે. 16°C થી નીચે તાપમાનના સંપર્કમાં આવે છે ત્યારે રંગ બદલાય છે.

અત્યાધુનિક ફીચર્સ ફોન અપનાવવામાં યુવાવર્ગનું આકર્ષણ

ભારતીય બજાર માટે Aiથી સજ્જ સમાર્ટફોન્સ માટે નવા માપદંડો સ્થાપિત કરે છે. તાજેતરમાં ઓપ્પો રેનો-13 સિરીઝ રજૂ કરવામાં આવી જે ગેઇમીંગ માટે એનર્જી કાર્યક્ષમ એઆઇ સાથે પાણીમાં લઇ જવાય તેવી ટેક્નોલોજી ધરાવતો સ્માર્ટફોન છે. ઓપ્પો માટે વધતી ગ્રાહક પસંદગી Q3 2024 આઇડીસી ત્રિમાસિક મોબાઇલ ફોન ટ્રેકર રિપોર્ટમાં પ્રતિબિંબિત થાય છે જ્યાં કંપનીએ ટોચની 5 સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે.