Gujarat

ડૉ. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના ડોક્ટરોને “સ્વાસ્થ્ય સૈનિક સન્માન” અર્પણ કરી નેશનલ ડૉક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવવામાં આવી.

ડૉ. કલામ ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના ડોક્ટરોને “સ્વાસ્થ્ય સૈનિક સન્માન” અર્પણ કરી નેશનલ ડૉક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવવામાં આવી.

અમરેલી ૧.જુલાઈ એટલે ભારત રત્નથી સન્માનિત ડૉ. બી. સી. રોય ની યાદમાં ઉજવવામાં આવતો રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે. આ દિવસે માનવતા માટે જેઓ દેવદૂત સમાન છે, એવા અમરેલીના ડૉક્ટર જેવો પોતાનાં જ્ઞાન,નિષ્ઠા અને સેવા દ્વારા સમાજનાં સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી રહ્યા છે ત્યારે તેમની કામગીરીને બિરદાવતા ડૉ. કલામ ઈનોવેટીવ સ્કુલનાં વિદ્યાર્થીઓ દ્વારા “સ્વાસ્થ્ય સૈનિક સન્માન” અર્પણ કરીને હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી તેમજ ડૉક્ટર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રીય ડૉક્ટર દિવસના પાવન અવસરે, ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલ – અમરેલીના વિદ્યાર્થીએ અનોખી પહેલ હેઠળ “સ્વાસ્થ્ય સૈનિક સન્માન” એવોર્ડનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના જીવનરક્ષક અને સમાજસેવી ડૉક્ટર્સને શુભેચ્છા પાઠવી અને તેમને સન્માનપત્ર આપી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાળકોએ જાતે તૈયાર કરેલા સન્માનપત્રો, ચિત્રો અને શુભકામનાઓ સાથે ડૉક્ટર્સ સાથે ભાવનાત્મક સંબંધ ઊભો કર્યો. વિદ્યાર્થીઓના આ કાર્ય દ્વારા સમાજમાં સ્વાસ્થ્યસેવામાં અથાગ સેવા આપતા ડૉક્ટરો પ્રત્યે સન્માનભાવ ઊભો થયો છે.
બાળકોએ અમરેલીના ડોક્ટરો સાથે સંવાદ સાધીને સન્માનિત કર્યા. જેમાં અમરેલીમાં ડૉ.ગજેરા સાહેબ, ડૉ. પરવાડિયા સાહેબ, ડૉ. પ્રજાપતિ સાહેબ, ડૉ. વિવેક જોશી, ડૉ. નીતિન ત્રિવેદી, ડૉ. ભવનેશ ભટ્ટ, ડૉ. ઉનડકટ સાહેબ, ડૉ. ઘોડાસરા સાહેબ, ડૉ. રામાનુજ સાહેબ, ડૉ.સ્નેહલ પંડ્યા, ડૉ. રાવલ સાહેબ, ડૉ. હિરેન ગોજારિયા સાહેબ, ડૉ. પરમાર સાહેબ જેવા તબીબી ક્ષેત્રે સેવા આપતા ડોક્ટરોને સન્માનિત કર્યા.
અમરેલી શહેરના મોટાભાગના ડોક્ટરો સુધી બાળકોએ રૂબરૂ મુલાકાત લઈ આ એવોર્ડ અર્પણ કર્યો. બાળકોની સાથે શાળામાંથી જીગરભાઈ નાગલા, નેન્સીબેન ડેર અને યશરાજભાઈ મંજરીયા જોડાઈને બાળકો સાથે હોસ્પિટલોએ મુલાકાત લીધેલ. શાળાના “આ બાળકો સમાજના કર્મનિષ્ઠ અને ઈશ્વરનાં રૂપ સમા તબીબોને સન્માનિત કરી સંસ્થાને ગૌરવ અપાવી રહ્યા છે.”
શાળાના આચાર્યશ્રી રીનાબા ધાધલએ જણાવ્યું હતું કે, “આ પ્રકારના કાર્યક્રમોથી બાળકોમાં માનવતાની ભાવના વિકાસ પામે છે અને તેઓ નાના વયે જ સમાજપ્રત્યે જવાબદારી અનુભવે છે.”કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો કે તેઓ પોતાનું આરોગ્ય સાચવીને અને અન્યને પણ સ્વસ્થ રહેવાની પ્રેરણા આપી “સ્વાસ્થ્ય સૈનિક” તરીકે પોતાનું યોગદાન આપશે.
આ નમ્ર પરંતુ હૃદયસ્પર્શી કાર્યક્રમ દ્વારા બાળકોએ સમાજસેવા માટે પ્રેરણાનું શક્તિશાળી ઉદાહરણ પૂરું પાડ્યું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250703-WA0140-0.jpg IMG-20250703-WA0141-1.jpg IMG-20250703-WA0142-2.jpg