Gujarat

બેસ્ટ બીચ કાર્નિવલ ના શ્રેષ્ઠ સંયોજક અને જિલ્લા માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડો.કુંજલ ત્રિવેદીને સન્માનિત કરાયા

બેસ્ટ બીચ કાર્નિવલ ના શ્રેષ્ઠ સંયોજક અને જિલ્લા માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડો.કુંજલ ત્રિવેદીને સન્માનિત કરાયા …

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડો.કુંજલ ત્રિવેદીનું બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલના સંયોજક તરીકે સન્માનપત્રક આપી સન્માન કરાયું…

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના પુરાણ વિભાગના પ્રોફેસર ડો.કુંજલબહેન ત્રિવેદીજી નું ગીર સોમનાથ જિલ્લા કલેકટર જાડેજા સાહેબના વરદ હસ્તે પ્રજાસત્તાક દિનની ઉજવણી માં ઉના ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માં બેસ્ટ બીચ કાર્નિવલ ફેસ્ટિવલ ના સંયોજક તરીકે સન્માન પત્રક આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉના અહેમદપુર બીચ કાર્નિવલમાં સોમનાથ સંસ્કૃતયુનિવર્સિટી દ્વારા વૈદિક પરંપરા આધારિત ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમ તા 25.1.2025 ના રોજ સાંજે બીચ પર યોજાયો તે બદલ ગીર સોમનાથ જિલ્લાની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંયોજક તરીકે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માનપત્ર તરીકે એવોર્ડ જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહજી જાડેજા અને નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા સંસ્કૃત પ્રોફેસર ડૉ .કુંજલ ત્રિવેદી ને 26 જાન્યુઆરી ના જિલ્લા કક્ષાના ઉના ખાતે યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમમાં એનાયત થયો. આ બદલ સમગ્ર જિલ્લા વહીવટી ટીમ તથા કલેકટર જાડેજા સાહેબ નો તથા નાયબ કલેકટર રાજેશ આલનો પ્રો. કુંજલ ત્રિવેદીએ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર. અનિલ રામાનુજ પાટણ

IMG-20250128-WA0122-5.jpg IMG-20250128-WA0126-1.jpg IMG-20250128-WA0125-2.jpg IMG-20250128-WA0124-3.jpg IMG-20250128-WA0123-4.jpg IMG-20250128-WA0127-0.jpg