ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ખાતેનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા માં સૌથી વધુ સુવાવડ કરાવેલ હોય આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશનના મિશન ડાયરેકટર રમ્યા મોહનના વરદ હસ્તે સામુહિક આરોગ્ય કેન્દ્ર પાનવડ ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.શૈલેષ રાઠવા ને એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ અને આરોગ્ય ના અધિકારી તેમજ કર્મચારીઓ એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ગૌરવની લાગણી અનુભવી અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર