Gujarat

ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ; શહેરના યુવાનોને ટાર્ગેટ કરતી ગેંગની તપાસ ચાલુ

અમદાવાદ શહેરના તમામ પોશ વિસ્તારના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે ખાસ ગેંગ સક્રીય બની છે. ત્યારે જ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરિયાપુરની લાખોટા પોળમાંથી સાડા પાંચ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક પેડલરને ઝડપી લેવામાં આવ્યો છે.

જ્યારે તેને ડ્રગ્સ આપનાર સપ્લાયરની તપાસ ચાલુ છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેકટર એ.જે. ચૌહણ અને સબ ઇન્સ્પેકટર કે.ડી.રવિયાની ટીમને બામતી મળી હતી કે, દરિયાપુર ચારવાડ ખાતેની લાખોટા પોળના એક મકાનમાં એમડી ડ્રગ્સ છુપાવવામાં આવ્યું છે.

જેને પગલે રવિયા અને ચૌહાણે દરોડા પાડીને 5.55 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે મુસ્તાક હુસૈન ગુલામ રસુલ શેખને ઝડપી લીધો હતો. જ્યારે તેન આ ડ્રગ્સ અકીબ ઉર્ફે લડ્ડુ રઇસ અમહેમદ પાસેથી લાવ્યો હોવાની વિગતો માળતાં તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.