Gujarat

મેંદરડા સ્થિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ની સ્કુલ સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા દૂંદાળા દેવ શ્રી ગણેશજી નુ ભાવ ભક્તિ પૂર્ણ વાત્તાવારણમાં આગમન થયું હતું..

મેંદરડા સ્થિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ની સ્કુલ સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા દૂંદાળા દેવ શ્રી ગણેશજી નુ ભાવ ભક્તિ પૂર્ણ વાત્તાવારણમાં આગમન થયું હતું.. શાળા પરિવારનો સ્ટાફ તથા તમામ વિદ્યાર્થી મિત્રો, ટ્રસ્ટી પરેશભાઈ ડેડાણીયા પરિવાર સહીત ગણપતિજી ના સ્વાગતમાં ઉત્સાહથી જોડાયેલા હતા.. કાર્યક્રમ બાદ આજે સ્કુલના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર શાળા તરફથી આપવામાં આવેલ હતો

ગણપતિ સ્થાપના દિવસે મહા આરતી માં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુંમ્મર,ભાજપ મહિલા પાંખના આગેવાન તેમજ જૂનાગઢ જિલ્લા ઉપાધ્યક્ષ ભાવનાબેન અજમેરા,તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઇ ભટ્ટ, મેંદરડા તાલુકા વંદેભારત સમિતિ અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અશ્વિનભાઇ મહેતા સહિત ના ઉપસ્થિત રહ્યા હતા..ગણેશ વંદના અને આરતી કાર્યક્રમ બાદ હરેશભાઇ ઠુંમરે બાળકોને સરળ શૈલીમાં ગણપતિ મહોત્સવ વિશે માહિતી આપી બાળકોના હ્રદય જીતી લીધા હતા.. ટ્રસ્ટી પરેશભાઈ ડેડાણીયા એ સમગ્ર ટ્રસ્ટીઓ તથા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ વતિ હરેશભાઇ સહીત અન્ય આમન્ત્રિત મહેમાનોનો આભાર પ્રગટ કરેલ હતો સમગ્ર કાર્યક્રમ હિરેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતું

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250829-WA0059-3.jpg IMG-20250829-WA0057-4.jpg IMG-20250829-WA0060-2.jpg IMG-20250829-WA0058-0.jpg IMG-20250829-WA0061-1.jpg