૦૮/૧૦/૨૦૨૫…
અંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયાની ઉપસ્થિતિમાં જિલ્લકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના રાજયકક્ષાના રોજગાર એનાયત પત્રોના વિતરણ કાર્યક્રનું જીવંત પ્રસારણ નિહાળ્યું
જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત રોજગાર એનાયત પત્ર વિતરણ, ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, ઉદ્યોગો સાથેના MoU કરાયા
ભરૂચ – બુધવાર – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શપથ લીધા હતા. રાજ્યની ૨૪ વર્ષની વિકાસગાથાની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૦૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કડીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં મા શારદાભવન હોલ અંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ ૨૦૨૫ ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયાનીની ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભયોજાયો હતો.
આ કાર્યક્રમમા રોજગારી મેળવનાર યુવા અને આપનાર ઔદ્યોગિક એકમોને શુભેચ્છા પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયાએ જણાવ્યું હતું કે, યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણએ યુવાશક્તિનો કાર્યક્રમ છે. આવા આયોજનો સાબિત કરે છે કે, રાજય સરકારી અને કેન્દ્ર સરકાર યુવાનોને રોજગાર, કૌશલ્ય દ્રારા આત્મનિર્ભર બનાવવા નવી દીશા આપી રહી છે. સરકાર સર્વે જન હિતાય,સર્વે જન સુખાયની નેમ ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યએ છેલ્લા ૨૪ વર્ષમાં સર્વાંગી વિકાસના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. તેમણે સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડીયા જેવા અભિયાનો દ્વારા લાખો યુવાનોને રોજગારી આપી આત્મનિર્ભર બનાવવા માટે નવી દીશા આપી છે. રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવી તેમને નવી તકનીકી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હતું. આ કાર્યક્રમમા સાસંદશ્રી મનસુખ વસાવા તેમજ ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલે પણ પ્રાસંગિક ઉદબોદન કર્યું
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના અધયક્ષસ્થાને ગાંધીનગર ખાતેથી રાજયકક્ષાનો રોજગાર એનાયત પત્રોના વિતરણ કાર્યક્રનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત રોજગાર એનાયત પત્ર વિતરણ, ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, ઉદ્યોગો સાથેના MoU કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખશ્રી પુષ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, જિલ્લા પંચાયત ઉપપ્રમખ શ્રી આરતીબેન પટેલ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી એસ.ડી. ગોહિલ, આઈટીઆઈ પ્રિન્સિપાલશ્રી જે.બી. મિસ્ત્રી, વિવિધ મહાનુભાવો, નોકરી દાતાઓ તેમજ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ..