રાજકોટ મહાનગરપાલિકાના માધાપર ખાતે આવેલ ૮૦ MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની શૈક્ષણિક વિઝીટ કરી.
રાજકોટ શહેર તા.૩૦/૮/૨૦૨૫ ના રોજ બી.જી.ગરેયા હોમિયોપેથી કોલેજના ૧૧૫ જેટલા વિધાર્થી અને ૪ જેટલા કોલેજના પ્રોફેસરો દ્વારા માધાપર ખાતે આવેલ ૮૦ MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે શૈક્ષણિક વિઝીટમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસક્રમમાં આવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સમગ્ર રાજકોટ શહેરમાંથી કઈ રીતે પમ્પીંગ સ્ટેશન પર સુએજ કલેક્શન કરી અને STP પ્લાન્ટ પર લઇ આવી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કઈ રીતે સુએજ વોટરના શુદ્ધિકરણ કરવામાં આવે છે અને આ ટ્રીટ કરેલ સુએજ વોટરને કઈ રીતે ડિસ્પોઝલ કરવામાં આવે છે તે અંગેની કામગીરી સમજાવામાં આવેલ. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ દ્વારા સામાન્ય નાગરિકનાં જીવન તથા આરોગ્ય પર પડતી અસરો અંગેની માહિતી આપવામાં આવેલ હતી. આ વિઝીટ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના એડી.સિટી.એન્જીનીયર કે.પી.દેથરીયા તથા પી.એમ.કાસુન્દ્રાના સીધા માર્ગદર્શન હેઠળ થયેલ તથા આ વિઝીટ વખતે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાનાં મદદનીશ ઈજનેર રાજેશ રાઠોડ, ગૌરવ પુરબીયા અને કેમિસ્ટ કે.કે.વ્યાસ હાજર રહેલ. વિદ્યાર્થીઓની અંદર પ્રદુષિત પાણીથી સુએજનાં પાણીની સામાન્ય નાગરિકનાં આરોગ્ય તથા જીવન પર પડતી અસરો તથા સુએજનાં ટ્રીટ થયેલ પાણીનાં પુન: વપરાશ અંગેની જાગૃતિ અને સમજણ કેળવવા માટે આ શૈક્ષણિક વિઝીટનું આયોજન કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.