મેંદરડા : જુનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળની ચૂંટણી યોજાઈ
નવનિયુક્ત હોદ્દેદારો ને ઉપસ્થિત તમામ લોકોએ અભિનંદન આપી વરણી આવકારેલ હતી
જુનાગઢ જિલ્લાના તલાટી કમ પંચાયત મંત્રીમંડળની સાધારણ સભા વાડલા ફાટક પાસે આવેલ એક ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ હતી જેમાં જિલ્લા મંડળના સને ૨૦૨૫-૨૬ તેમજ ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે મંડળના હોદ્દેદારોની વરણી કરવા બાબતે દિન આયોજન કરવામાં આવેલ હતું
આ ચૂંટણી દરમિયાન જિલ્લા તલાટી ગામ પંચાયત મંત્રી મંડળની નવનિયુક્ત રચના કરવામાં આવેલ જેમાં પ્રમુખ જસ્મીનભાઈ ડાંગર, ઉપપ્રમુખ ગુંજન કુમાર ભૂત, મહામંત્રી અશ્વિનભાઈ વસીયર, ખચાનચી -દિલીપ કુમાર હિંગરાજિયા, સંગઠન મંત્રી રમેશભાઈ વાઢેર, રાજ્ય પ્રતિનિધિ-ભાવેશકુમાર હિરપરા, યોગીન ભાઈ આચાર્ય, મહિલા પાંખના જયશ્રીબેન સિંઘવ, વનીતાબેન ડાંગર, રાધિકાબેન કાલરીયા, ઓડિટર અમિતભાઈ પાચાણી, મીડિયા પ્રવક્તા તરીકે અશોકભાઈ પરમાર સહિતનાઓની વરણી કરવામાં આવેલ હતી જ્યારે દરેક જિલ્લા મંડળના કર્મચારીઓએ આ વરણીને આવકારી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ હતી
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા