ભાભર તાલુકાના રૂની ગામથી ચલાદર, મેસપૂરા થઈને ચાત્રા ગામને સાંકળતા માર્ગની સાઇડોમાં બાવળોની ઝાડી વધી ગઇ છે.
વળાંકમાં સામેથી આવતું વાહન જોઇ શકાતું ન હોઇ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. તેમજ રોડ ઉપર પણ ખાડા પડી ગયા છે.
ત્યારે બાવળની ઝાડીનું કટીંગ કરી રોડના ખાડા પુરી પેવર કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગણી છે.