શ્રી હાવતડ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
આરોગ્ય સચિવ પઢારીયા અધ્યક્ષતા માં ઉજવણી
દામનગર ના હાવતડ પ્રાથમિક શાળામાં આંગણવાડી બાલવાટિકાના બાળકોનો શાળા પ્રવેશ મહોત્સવ જોઈન્ટ સેક્રેટરી હેલ્થ એન્ડ એન્ડ ફેમિલી વેલ્ફેર મેનેજમેન્ટ ગાંધીનગર સંયુક્ત સચિવ આરોગ્ય વનરાજભાઈ બી.પઢારિયા ના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો તાલૂકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરાંગભાઈ જોષી બી આર સી કો ઓર્ડિનેટરશ્રી પીયૂષભાઈ વિરડીયા લાઈઝન અધિકારી મેડિકલ ઓફિસર હેલ્થ ડિપાર્ટમેન્ટ ICDS સ્ટાફ આંગણવાડી કાર્યકર આશા વર્કર ગામના તલાટી મંત્રી AIF કો-ઓર્ડિનેટર સરપંચશ્રી શાળાના બાળકો અને વાલી ઓની વિશાળ ઉપસ્થિતિ માં
પ્રવેશોત્સવ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી કરવામાં આવી દાતા તરફ થી બાળકો ને પ્રોત્સાહિત ભેટ સોગાદ અપાય હતી
શાળાની વિવિધ શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિઓ નિહાળી તેમજ AIF અંતર્ગત થયેલી આગવી કામગીરી જેમ કે STEM લેબ કોમ્પ્યુટર લેબ ડિજિટલ શિક્ષણ,બાળકોએ કરેલ ટેબ્લેટ વર્ક થી ખૂબ જ પ્રભાવિત થયા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા