Gujarat

જૂનાગઢના ભેસાણની સરકારી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં પ્રવેશઉત્સવ યોજાયો

જૂનાગઢના ભેસાણની સરકારી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં પ્રવેશઉત્સવ યોજાયો

ભેસાણમાં આજ રોજ સ.વ.પ. જીન પ્લોટ પે સેન્ટર શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં મામલતદાર પારગી સાહેબશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી અનુભાઈ ગુજરાતી, તથા સી.આર.સી સાહેબ તથા એસ.એમ.સી.ના સભ્યો ,બહોળી સંખ્યામાં પધારેલા વાલી ગણ વગેરે દ્વારા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાંમાં આવી. નવા પ્રવેશ પામેલ બાળકોને શૈક્ષણિક કિટ મહાનુભાવો દ્વારા આપીને બાળકોને શાળા પ્રવેશ કરાવેલ.તેમજ આ શાળામાં ધોરણ 3 થી 8 માં ભણતા બાળકોને 1 થી 3 નંબર મેળવવા બદલ તેને પણ શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ વધુમાં આ શાળામાંથી NMMS ,PSE,CET, ખેલમહાકુંભ માં શ્રેષ્ઠ દેખાવ કરેલ વિદ્યાર્થીઓનું પણ પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને સન્માન કરવામાં આવેલ હતું. આ તકે મામલતદાર શ્રી દ્વારા બાળકો પોતાના વિદ્યાર્થીકાળ માં ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કરી સમાજ ઉપયોગી બને તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતું.કાર્યક્રમના અંતે શાળાના મેદાનમાં મામલતદાર શ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું અંતે શાળાના આચાર્યશ્રી ક્રિષ્નાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી. શાળાના સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો.

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250628-WA0071.jpg