એરઈન્ડિયાના વિમાન ક્રેશની ઘટનામાં એન્જિન ફેલિયર માનવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિદિન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેક્ટર પર ઓપરેટ થતા એર ઇન્ડિયાના 15 સહિત 160 કેટલાક જેટલા સંચાલિત થતા વિમાનોમાં એન્જિન કે કોકપિટ કે અન્ય ભાગોમાં નાની પણ એરર જણાશે તો ઉડાન ભરશે નહી. એરલાઈન કંપનીઓએ પેસેન્જરોની સુરક્ષા – સલામતીના ભાગરૂપે પાયોલટે ફ્લાઈટ ગ્રાઉન્ડ કરી દેવાન ઓર્ડર જારી કર્યો છે.
એવું પણ જણાવામાં આવ્યું છે કે ભલે ફ્લાઈટ મોડી પડે કે મુસાફરોનો પ્રવાસ રદ થાય એ ચાલશે, પણ એરક્રાફટમાં એન્જિમાં કોઈ ક્ષતિ રહી ન જાય તેનું ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે.
જોકે અત્યાર સુધી વિમાનોમાં નાની ખામીઓને નકારી કાઢવામાં આવતી હતી અને આગળના સ્ટેશન પર તેને દૂર કરવામાં આવતી હતી જોકે હવે તેમાં એરલાઇન કોઈ રિસ્ક લેશે નહી. મહત્વનું એ છે કે એરલાઇનના ટેક્નિશિયનો પણ વિમાનને ઉડાન પહેલ લેન્ડિંગ ગિયર, બંને એન્જિન, હાઇડ્રોલિક પ્રેશર, આગળ પાછળના વ્હીલ, કોકોપિટ સહિત અન્ય સિસ્ટમ ચેક કરાય છે જેથી વિમાનના ઉડાન પહેલા એન્જિનમાં કોઈ ચૂક રહી ન જાય.

