NEP-2020 અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત કોમર્સ કોલેજ ખાતે એક્સપર્ટ ટોક તથા ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન થયું.
………………………………………………..
વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.
…………………………………………………
અમરેલી: નોલેજ કોન્સોરટીયમ ઓફ ગુજરાત (KCG) તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટના પ્રકલ્પ અનુસાર ૨૯મી જુલાઈ ૨૦૨૫ના રોજ NEP – 2020ને પાંચ વર્ષ પૂર્ણ થવાના હોય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું સૂચવવામાં આવ્યું છે. તે અનુસંધાને અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજમાં તારીખ ૨૧મી જુલાઈ ૨૦૨૫ના રોજ એક એક્સ્પર્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપર્ટ ટોકનુ સંચાલન કોલેજના પ્રા. જે. એમ. તળાવીયાએ કર્યું હતું. કોલેજના પ્રા. ડો. એ. બી. ગોરવાડીયાએ NEP-2020 વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત તારીખ ૨૪મી જુલાઈ ૨૦૨૫ના રોજ એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત કોલેજમાં બી.કોમ. તથા બી.બી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ ૦૭ ટીમોએ ભાગ લીધો હતો. આ ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રા. જે. એમ. તળાવીયા નિર્ણાયક તરીકે તથા પ્રા. ડબલ્યુ. જી. વસાવાએ સ્કોરર તરીકે ભૂમિકા ભજવી હતી. પ્રા. ડો. એ. બી. ગોરવાડીયાએ ક્વિઝ માસ્ટર તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે વિજેતા ટીમોને સંસ્થાના નિયામક શ્રી ડો. જી. સી. ભીમાણી સાહેબ તથા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા. ભારતીબેન ફીણવિયા તથા પ્રા. ડો. એમ. એમ. પટેલના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



