Gujarat

પોલીસ, ફૂડ-ડ્રગ અને નાર્કોટિક્સ વિભાગના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને કર્યું માર્ગદર્શન

નડિયાદની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં નડિયાદ પોલીસ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને નાર્કોટિક્સ વિભાગના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ખુશબુ મિસ્ત્રી અને માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડો. અરવિંદસિંહ રાણાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.

નિષ્ણાતોએ નશાખોરીના શારીરિક, માનસિક અને સામાજિક પરિણામોની વિસ્તૃત માહિતી આપી.

તેમણે નશામુક્ત સમાજના નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રિન્સિપાલ ડૉ. યોગેશ જૈને મહેમાનોનું તુલસીના રોપા આપીને સ્વાગત કર્યું.

આ રોપા નશામુક્ત અને સ્વસ્થ ભવિષ્યનું પ્રતીક હતા.

કાર્યક્રમના અંતે જયેન્દ્રસિંહ વાઘેલાએ મહેમાનોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના ઉત્સાહી સહભાગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.