ગત રવિવારે એલ આર ડી (પોલીસ) પરીક્ષા માટે એક અઠવાડિયા પેહલા થી જ આગોતરું આયોજન કરી કોડીનાર તાલુકા ના એક પણ પરીક્ષારથી ને સેન્ટર પર જવા આવા અગવડતા ન પડે કે લાઈન મા ન રહેવું પડે તેમ પૂર્વ આયોજન કરેલ કોડીનાર એસટી ડેપો દ્વારા ત્રણ બસ ભાવનગર અને બે બસ રાજકોટ ખાતે પરીક્ષાર્થીઓ માટે એક્સ્ટ્રા બસો નું સંચાલન કરાયું હતું.
જેમાં કોડીનાર એસટી ડેપો મેનેજર રાજકોટીય દ્વારા ડેપો ખાતે રાત્રીના બે વાગ્યા સુધી સતત હાજર રહી અને ડાયવર અને કંડકટર નેં પરીક્ષાર્થી ઓ ને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સુચના આપવામાં આવી હતી.
તેમ જ આખી રાત્રી સુધી પુછપરછ ઓફિસ ચાલુ રાખી કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. રાત્રી ના ફક્ત 18 થી 20 પરીક્ષાર્થી રાજકોટ જવા માટે આવતા જેનું એડવાન્સ બુકિંગ ન હોય તેમજ રૂટ ની કોઈ બસ પણ ન હોય આ લોકો માટે ડેપો મેનેજર રાજકોટીયા એ કોઈ વિલંબ વિના સ્પેશ્યલ એક્સ્ટ્રા બસ ની ત્વરિત વ્યવસ્થા કરી સમયસર રવાના કરેલ અને મેનેજમેન્ટ નુ ઉતામ ઉદાહરણ પૂરું પાડેલ. વિધાર્થી ઓ એ પણ આભાર વ્યક્ત કરેલ.અને st નિગમ એ સેવા નુ માધ્યમ છે એ સૂત્ર ને ડેપો મેનેજરે સાર્થક કરી બતાવ્યું.
પરેશ લશ્કરી