જામનગરની ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રણીય સંસ્થા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના વર્ષ્ 2025થી 28 સુધીની કારોબારી સમિતિમાં બિનહરિફ ચૂંટાયેલા 23 સભ્યોમાંથી નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઇ છે.
જેમાં પ્રમુખ પદે રામજીભાઈ એ. ગઢીયા તથા અન્ય હોદેદારોમાં ઉપપ્રમુખ પદે ધરમભાઈ કે. જોશી, માનદમંત્રી પદે મેહુલભાઈ ડી. જોબનપુત્રા, સહમંત્રી પદે બિપીનભાઈ એ. સોરઠીયા ખજાનચી પદે હર્ષદભાઈ પી. પણસારા, ઓડીટર પદે અશોકભાઈ આર. સોલંકી તથા એડીટર પદે રાજુભાઈ એમ. ગાગીયાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનમાં પ્રમુખ પદે વરાયેલા રામજીભાઈ ગઢીયાએ તેમના પર વિશ્વાસ મુકી તથા પ્રમુખ તરીકે ચુંટી કાઢવા બદલ કારોબારી સમિતિના તમામ ઉપસ્થિત સભ્યોને આભાર માની પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી સૌ સભ્યોના સાથ અને સહકાર વડે બ્રાસઉદ્યૌગના પ્રાણ પ્રશ્નોનો સાનુકુળ ઉકેલ લાવવા કટીબધ્ધતા દર્શાવી હતી.