Gujarat

જૂનાગઢના ભેસાણ તાલુકાના કારિયા ગામના ખેડૂતે ખાનગી એગ્રો માંથી કપાસના વાવેતરમાં ખડ બાળવાની દવા ધાબડી દેતા છ વિઘાનો ઉભો કપાસ બળી ગયો

જૂનાગઢના ભેસાણ તાલુકાના કારિયા ગામના ખેડૂતે ખાનગી એગ્રો માંથી કપાસના વાવેતરમાં ખડ બાળવાની દવા ધાબડી દેતા છ વિઘાનો ઉભો કપાસ બળી ગયો

જૂનાગઢના ભેસાણ તાલુકાના કારિયા ગામના ખેડૂત અશોકભાઈ કંડોળીયા એ પોતાની છ વિઘા જમીનમાં કપાસનો આગોતરું વાવેતર કરેલું હતું જેમાં ખેડૂતે ચોમાસુ પિયતમાં 6 વીઘા જમીનમાં કપાસ પકવવા માટે 50 થી 60 હજારનો ખર્ચ માથેચડાવી દીધો હતો જેમાં સતત એક મહિનો વરસાદ પડતા ખેડૂતના ખેતરમાં ખડ વધી જતા ખેડૂત અશોકભાઈ કંડોરીયાએ ભેસણમાં આવેલ ખાનગી એગ્રો સેન્ટર માંથી કપાસમાં ખડ વાળવાની દવા ખરીદી હતી જે દવાનો છટકાવ કરતા ખેતરમાં ખડ બળવાને બદલે તૈયાર થયેલો ઉભો ચોમાસુ પિયતનો કપાસ સંપૂર્ણ બળી જતા ખેડૂતને દેવા ઉપર દાઝવા જેવી પરિસ્થિતિ સર્જાણી હતી ખેડૂતે કપાસના વાવેતર ને દોઢથી બે મહિના થવા આવ્યા અને બિયારણ ખાતર દવા મજૂરી માવજત કરીને 50 થી ૬૦ હજાર જેટલો ખર્ચ ચડાવી દીધેલો છે ખેડૂત જણાવી રહ્યા છે કે આ ચોમાસુ પાકનો કપાસ થાય તો દોઢ લાખ જેટલો મને નફો થાય એમ હતો. હવે મારે ટોટલ બે લાખ જેટલિ નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતે આ બાબતે એગ્રો સંચાલક ને જાણ કરતા કોઈ ચોક્કસ જવાબ ન મળતા હાલમાં ખેડૂતની પરિસ્થિતિ આપઘાત કરવા જેવી થઈ છે

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250720-WA0107.jpg