પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગે અમીરગઢ તાલુકાના ગંગાસાગર ખાતે બચાવ સાધનોનું નિદર્શન કર્યું હતું. ફાયર ઓફિસર પ્રદીપ બારોટના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
ફાયર વિભાગ પાસે આપત્તિ સમયે બચાવ કામગીરી માટે વિવિધ આધુનિક સાધનો ઉપલબ્ધ છે. નિદર્શન દરમિયાન, પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિને રિમોન્ટની મદદથી કેવી રીતે બચાવી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બચાવ કામગીરી માટે વપરાતી બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ નિદર્શનથી ફાયર વિભાગની કટોકટી સમયની તૈયારીઓ અને ક્ષમતાઓનો ખ્યાલ આવ્યો હતો.

