પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી
આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મોરવાહડફ તાલુકાના સાગવાડા ગામેથી લાયસન્સ વગર ગેરકાયદે સંગ્રહ કરાયેલો રૂપિયા ૪.૩૭ લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો પંચમહાલ ર્જીંય્એ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળીના તહેવારની હવે થોડા દિવસની વાર છે, ત્યારે પંચમહાલના મોરવાહડફમાં ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનાર સાગવાડા ગામે આવેલા ઉમરદેવી ફળીયામાં રહેતા ગણપત રૂપાભાઈ રાવત નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાના રહેણાંકના મકાનમાં કોઈપણ પ્રકારના પરવાના કે લાયસન્સ વગર ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરીને વેચાણ કરતો હોવાની પંચમહાલ ર્જીંય્ને બાતમી મળી હતી.
આ પછી પોલીસે આોપીના મકાનમાં તપાસ હાથ ધરતા ઓસરીમાંથી ફાયર સેફ્ટીના સાધનો કે વોટર સ્પ્રીનકલની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર જાેખમી રીતે લાયસન્સ વગર સુતળી બૉમ્બના બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા ૪,૩૭,૪૦૦ની કિંમતનો ૩૬૪૫ નંગ સુતળી બૉમ્બના બોક્સનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.