Gujarat

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાશી તાલુકા શાખા દ્વારા ફર્સ્ટ એડ તાલીમ યોજાય

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાશી તાલુકા શાખા દ્વારા ફર્સ્ટ એડ તાલીમ યોજાય

સુરત ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ચોર્યાશી શાખા દ્વારા ફર્સ્ટ એડ ની તાલીમ આપવામાં આવે છે.આ તાલીમ ની શરૂઆત તારીખ ૨૧ થી શરૂ કરી તારીખ ૨૮ સુધી ચાલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની ફર્સ્ટ એડ ની તાલીમ કંડકટર ની ભરતી મેળાએ સમયે સર્ટી જરૂરી હોય છે.હાલ દિવ્યાંગો માટે કંડકટરની ભરતી થવા સંભવ છે માટે સુરત જિલ્લાના અને આજુબાજુના તાલુકા ૫૦ જેટલા દિવ્યાંગો આ તાલીમ મેળવી હતી સંસ્થાના ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કાર્યો અને દિવ્યાંગોનું રાષ્ટ્રીય સંગઠન સક્ષમ વિશે માહિતી આપી હતી.આ તાલીમાર્થીઓને નિલેશભાઈ વેજપરા દ્વારા જેઓ નેશનલ ટ્રેનર છે તેમ તેઓએ દરેક તાલીમાર્થી દિવ્યાંગને પૂરતો સમય આપી ખંત થી તાલીમ આપી હતી.સીપીઆરની પણ તાલીમ આપી હતી આ કાર્યક્રમમાં દિનેશભાઈ જોગાણી વાઈસ ચેરમેન ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ચોર્યાશી તાલુકા શાખા અને ઉપપ્રમુખ દ્રષ્ટિબેંક સક્ષમ સુરત મહાનગર ઉપાધ્યક્ષ દ્વારા દરેક તાલીમાર્થી ઓને માનવતાવાદી કાર્યમાં જોડાવા અપીલ કરી હતી તેમજ નેત્રદાન દેહદાન અંગદાન રક્તદાન વિશે જાણકારી આપી હતી અને સક્ષમ ના કાર્યને ગતિવિધિ મળે એવા ઉમદા હેતુથી સર્વ દિવ્યાંગ ભાઈ બહેનોને સક્ષમ માં જોડાવા નિવેદન કરેલ હતું લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ પ્રમુખ કિશોરભાઈ માંગરોળીયા અને ઝોન ૩ ચેરમેન જગદીશભાઈ બોદરા દરેક તાલીમાર્થીઓની પરીક્ષા માં ઉત્તીર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0116-2.jpg IMG-20250928-WA0117-1.jpg IMG-20250928-WA0115-0.jpg