અરબી સમુદ્રમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ અને ચક્રવાતની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આમ છતાં, 503 જેટલી ફિશિંગ બોટો હજુ પણ અરબી સમુદ્રમાં કાર્યરત છે.


ફિશરીઝ વિભાગના અધિકારી વિમલ પંડ્યા અને સિક્યુરિટી ગાર્ડ લાખાભાઈ ચાવડાએ આપેલી માહિતી મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધીની સ્થિતિએ આ બોટો હજુ દરિયામાં છે.
વિભાગ દ્વારા તમામ બોટ માલિકોનો સંપર્ક કરી તેમને તાત્કાલિક પરત ફરવા જણાવવામાં આવી રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ 7500 ફિશિંગ બોટો રજિસ્ટર્ડ છે. તેમાંથી 4000 મોટી બોટો અને 3500 નાની બોટો છે.
તા. 17 મેથી સરકારે સુરક્ષાની દૃષ્ટિએ માછીમારોને દરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. બે દિવસની આંશિક છૂટ બાદ ફરીથી ઓનલાઈન ટોકન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.



