Gujarat

મેંદરડા : માં વરસાદ થી પ્રભાવિત વિસ્તારોમાં ફુડ પેકેટ વિતરણ કરવામાં આવેલ

મેંદરડા : માં વરસાદ થી પ્રભાવિત વિસ્તારોમાં ફુડ પેકેટ વિતરણ કરવામાં આવેલ

પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં સો કરતાં વધુ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલ

મેંદરડા તાલુકા માં ગય કાલ સવાર થી અનરાધાર વરસાદ ખાબક્યો હતો જેના લીધે જન જીવન પ્રભાવિત થયેલ હતું નિચાણ વાળા વિસ્તારો સોથી વધુ પ્રભાવિત થયા હતા શહેરમાં સ્થળ ત્યાં જળ ની સ્થિતિ સર્જાય હતી ત્યારે મેંદરડા ના કીરાણા વેપારી એસોસિએશન દ્વારા સો કરતા વધુ ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું

મધુવંતી નદીના કાંઠાળા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ વસવાટ કરતા અનેક પરિવાર ના લોકો સખ્ત ધોધમાર વરસાદ થી પ્રભાવિત થયાં હતાં લોકો નો સામાન, ખાદ્યય સામગ્રી અનાજ વગેરે પાણીમાં તણાઈ ગયું હતું અને પલડી જતા લોકો હેરાન પરેશાન થયા હતા

ત્યારે આ વિસ્તારો માં કિરાણા એસોસિયન મેંદરડા તરફથી ૧૦૦ કરતાં વધુ ફૂડ પેકેટનું વિતરણ પ્રમુખ પ્રકાશભાઈ કાનાબાર અને એસોસિયેશન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250821-WA0045-1.jpg IMG-20250821-WA0047-0.jpg