Gujarat

અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે “

“અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે ”
ચોરા ના શિવાલય પૂજારી ના બાળકો માટે છાત્રાલયો નું સોમવારે ભૂમિપૂજન પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે કરાશે

સાવરકુંડલા શાંતિ ના દૂત સામાજિક સંવાદિતા ના હિમાયતી માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ ના સાનિધ્ય માં દિનદયાળ સેવા ટ્રસ્ટ પ્રેરિત ગામડા ઓમાં રહેતા નાના મોટા મંદિરો ના પૂજારી પરિવાર ના બાળકો ના ભવિષ્ય માટે ની ચિંતા કરતા પૂજ્ય ભક્તિરામબાપુ દ્વારા ચોરા ના પૂજારી અને શિવાલય ના પૂજારી ઓના બાળકો ના ભવિષ્ય માટે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય નિર્માણ નો શુભ સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે માનવ મંદિર સાવરકુંડલા હાથસણી રોડ ખાતે તા.૦૯/૦૬/૨૫ ને સોમવાર ના રોજ પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે અનેક જંગમી તીર્થંકર સમાં સંતો ની પાવન નિશ્રા માં સાધુ સમાજ શ્રેષ્ટિ ઓની ઉપસ્થિતિ માં ગામડા ના મંદિરો ના પૂજારી પરિવાર ના સંતાનો ને મળશે ગુરુકુળ નું સાનિધ્ય શિક્ષણ અનંતકાળ ને પ્રભાવિત કરે છે અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યાદાન અન્ન ક્ષણિક તૃપ્ત કરે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે ગામડા ઓમાં રહેતા સાધુ સમાજ ની સંતતિ ચિંતા કરતા સંત શ્રી ભક્તિરામબાપુ ના સાનિધ્ય માં જીવન શિક્ષણ મેળવશે વિદ્યાર્થી ઓ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય નિર્માણ ના સંકલ્પ સાથે સોમવારે ભૂમિ પૂજન કાર્યક્રમ કાર્યક્રમ યોજાશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250605-WA0062-0.jpg IMG-20250605-WA0061-1.jpg