Gujarat

જુનાગઢ જિલ્લામાં પહેલી વખત બે બાળકોને સ્ટેપ ફાધર દ્વારા દત્તક લેવાની કાયદેસર મંજૂરી કલેકટર અનિલ રાણાવશિયાના હસ્તે દતક આદેશ અપાયા

જુનાગઢ જિલ્લામાં પહેલી વખત બે બાળકોને સ્ટેપ ફાધર દ્વારા દત્તક લેવાની કાયદેસર મંજૂરી કલેકટર અનિલ રાણાવશિયાના હસ્તે દતક આદેશ અપાયા

જુનાગઢ જિલ્લા બાળ સુરક્ષા કચેરીમાં ઇતિહાસ રચાયો કલેકટરે નવજીવન શરૂ કરનારા બાળકોને શુભકામનાઓ
જિલ્લામાં બાળકોની સુરક્ષા માટે એક ઇતિહાસ રચાયો છે જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયા ના વરદ હસ્તે બે અલગ અલગ બાળકોને તેમના સ્ટેપ ફાધર દ્વારા કાયદેસર રીતે દત્તક લેવાની મંજૂરી આપતા સરકારી આદેશપત્રો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેનની હાજરીમાં કલેકટર ની અધ્યક્ષતામાં જ્ઞાનદાયી અને ભાવાત્મક ક્ષણો સર્જાઇ હતી .જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયા એ જણાવ્યું હતું કે દત્તક સંબંધી કામગીરી અગાઉ કોર્ટ દ્વારા થતી હતી પરંતુ હવે “એડોપ્શન રેગ્યુલેશન 2022” ના અમલ બાદ કલેક્ટર દ્વારા જ આદેશ આપવામાં આવે છે. આ કામગીરી માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA )ની અનિવાર્ય માન્યતા જરૂરી છે. સ્ટેપ પેરેન્ટસ તરીકે દત્તક લેવા ઇચ્છુક વાલીઓએ CARA માં ઓનલાઈન અરજી કરી હતી .જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર .સી મહિડા ની દેખરેખ હેઠળ લીગલ ઓફીસર ડો.કિરણ રામાણી સહિતની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી.જેમાં CARA તરફથી પ્રિ-એપ્રુવલ મળ્યા બાદ . કલેક્ટર સમક્ષ ફાઈલ રજૂ થઈ અને ત્યારબાદ અંતિમ દત્તક આદેશો આપવામાં આવ્યા હતા . કલેકટર અનિલ રાણાવસિયા એ આ અવસરે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. અને સ્ટેપ પેરેન્ટસના આ માનવતા ભર્યા પગલાનું સરાહનીય અભિનંદન પણ કર્યું હતું. આ પ્રસંગે સુખદ ક્ષણો સર્જાઇ હતી જ્યાં સંબંધો માત્ર લોહીથી નહીં પણ પ્રેમ અને જવાબદારીથી બંધાય છે તે વાત સાબિત થઈ હતી

રિપોર્ટર મહેશ કથીરિયા

IMG-20250703-WA0119.jpg