સુરેન્દ્રનગરમાં સૌપ્રથમવાર આયોજિત અહિંસા યુવા સંગઠન દ્વારા તપસ્વી રત્નોના અનુમોદનાર્થે અને તપશક્તિ સંગીત સન્મારોહ અંતર્ગત યોજાયેલી ભવ્ય “સમૂહ સાંજી” કાર્યક્રમને સમાજ તરફથી અપ્રતિમ પ્રતિસાદ મળ્યો. તા. 30/08/2025, શનિવાર રાત્રે 9:00 કલાકે શ્રી અમીઝરા વાસુપુજ્ય સ્વામી તીર્થ (દેરાસર), સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ આ અનોખા કાર્યક્રમમાં ખુબ જ બહોળી સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત રહ્યો.
આ સાંસ્કૃતિક સાંજે 7 સૂરીઓ તથા 7 સંગીતકારોના સંગમ દ્વારા તપના યશગાન સાથે તપસ્વ રત્નોને વધાવવાનો અનોખો ઉપક્રમ સૌએ માણ્યો. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, તપ અને સંગીતનો અદ્વિતીય સંગમ જોવા મળ્યો.
આ પ્રસંગે શશાંક ગાંધી, કૃણાલ મેહતા, ગુંજન સંઘવી તેમજ અહિંસા યુવા સંગઠનની પૂરી ટીમ — શ્રેણિક શાહ, ઉર્વેશભાઈ ગાંધી, ધાર્મિક શેઠ, સિદ્ધાર્થ શાહ, રોનક કોઠારી, મિત કોઠારી, કુમાર શેઠ, ચિંતન શાહ, ઋષભ શાહ, નીર્મેશભાઈ શાહ — સક્રિય ઉપસ્થિતિ દર્શાવી, કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો.
સમગ્ર કાર્યક્રમ ભવ્યતા, શિસ્ત અને ભક્તિભાવથી પૂર્ણ થતાં ઉપસ્થિત શ્રોતાગણો માટે યાદગાર બની રહ્યો.