Gujarat

બાવળામાં ₹1.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બાવળા પોલીસે ₹1.73 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપી ફરાર થતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના સૂચન હેઠળ, ધોળકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતીના આયોજનથી 12 નવેમ્બર 2025 થી 26 નવેમ્બર 2025 સુધી પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

આ ડ્રાઇવના ભાગરૂપે, બાવળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ચૌધરી અને આ.પો.કો મેરુભા ઘનશ્યામસિંહને સંયુક્ત રીતે વિશ્વસનીય બાતમી મળી હતી.

બાતમી અનુસાર, બાવળામાં જૂની પંજાબ બેંકના ખાંચામાં રહેતો જતીનભાઇ પુનમભાઇ ઠાકોર પોતાના રહેણાંક મકાનના ધાબા પર અને આસપાસના મકાનોના ધાબા પર પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો રાખીને ગુપ્ત રીતે વેચાણ કરતો હતો. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પ્રોહિબિશન રેઇડ કરી હતી. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન સહિત કુલ 575 નંગ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.