Gujarat

મોટી કાંટડીના ખેતરમાંથી ₹16.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4 આરોપી ફરાર

કાંકણપુર પોલીસે મોટી કાંટડી ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી ₹16.91 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એલ. કામોળ અને તેમની ટીમે ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.

દરોડા દરમિયાન પોલીસે ગ્લોબસ ગ્રીન પ્રિમિયમ વ્હીસ્કીના 432 કાચના ક્વાર્ટર, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 312 ટીન અને રોયલ સિલેક્ટ ડિલક્સ વ્હિસ્કીના 14,640 પ્લાસ્ટિક ક્વાર્ટર મળી કુલ 15,384 નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

આ કેસમાં ગોપાલભાઈ ઉર્ફે ઠુઠીયો ઝેણાભાઈ પરમાર, રોનક ઉર્ફે રોનકો રતનસિંહ બારીઆ, કલ્પેશભાઈ કાંતિભાઈ પરમાર અને નિરવકુમાર રતીલાલ પરમાર સામેલ છે.

આ ચારેય આરોપીઓએ દારૂનો જથ્થો ખેતરમાં સંતાડ્યો હતો અને તેનું વેચાણ કરી રહ્યા હતા.

કાંકણપુર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જે ખેતરમાંથી દારૂનો જથ્થો મળ્યો છે તે ખેતરના માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.