Gujarat

ગુજરાત રાજ્ય સહકારી સંઘની માહિતી માટે ગ્રેનેડા (ટાપુ) દેશથી આવેલ વિદેશી પ્રવાસીઓએ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી

ગર્વની વાત કે ગાંધીનગરના સિંહોની મોટી ખાતે આવેલા શ્રીનરેન્દ્ર મંડીરના ‘પ્રાતેનમા‘ પ્રાકૃતિક કૃષિ ફાર્મ મુલાકાત લઈ વિદેશી મહેમાનોએ પ્રાકૃતિક ખેતીની જરુરી માહિતી મેળવી

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકારના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ,પદ્મશ્રી સુભાષ પાલેકર , રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવે તેમજ કૃષિ ખાતાના સહલગ્ન અન્ય વિભાગો અને યુનિવર્સિટી દ્વારા અથાગ પરિશ્રમ, ગાય માતાના અને ધરતી માતાના આશીર્વાદથી પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે.

જેથી રાજ્ય દેશ-વિદેશથી લોકો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ જ્ઞાન માટે મિટ માંડી રહ્યા છે, ત્યારે ચાલો આપણે સૌ એક ભગવતીય કાર્યને આગળ વધારીએ.જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સહકારી સંઘ મા વિદેશ ડેલીગેશન ગ્રેનેડા ટાપુ દેશથી આવેલ હતા. ગ્રેનેડા ની સહકારી સંસ્થાના પ્રતિનિધીઓ સહકારી પ્રવૃતિથી વાકેફ થવા માટે આવેલ હતા.

ત્યારબાદ પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન માટે નરેન્દ્ર મંડીર-

પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ સિંહોલી મોટી,તા.જી.ગાંધીનગર ખાતે મુલાકાત માટે આવેલ.

ગ્રેનેડા અલગ દેશ છે. વેસ્ટ ઈન્ડિઝ માં આવેલ છે અને કેરેબિયન સી ટાપુ તરીકે આવેલ છે. જાયફળનું બહુ મોટું વાવેતર છે. ડુંગર,પર્વતમાળા, ઝરણા,દરિયો,જંગલ એ આ નાના ટાપુની ખાસિયત છે. કુદરતી સંપદા ખૂબ જ છે. ખેતી મુખ્ય વ્યવસાય છે. વટાણા મકાઈ મુખ્ય પાક છે.સહુથી નાના દેશો માનો એક છે. ત્યાં ખેતી અને પશુપાલન વ્યવસાય છે. પ્રાકૃતિક ખેતી નિયમ પ્રમાણે કયા તબક્કા વાઇસ ચોકસાઈથી કરી શકાય તે માટે વૈજ્ઞાનિક રીતે અને સ્થળ મુલાકાત લઈ તેઓના ડેલિગેશન ખુબ સરસ સંતોષ વ્યક્ત કર્યો.

ખૂબ ઝીણવટ ભર્યા પ્રશ્નો અને તેઓના ઉકેલથી ખૂબ સંતુષ્ટ આગતા સ્વાગતતા માટે ભરપૂર વખાણ કર્યા. સાથે કેનેડાથી આવેલા દુભાસીયા તરીકે મેડમે તેઓની ભાષામાં ભાષા રૂપાંતર કરી ગુજરાતી અનુવાદ કર્યુ. સાથોસાથ સહકાર ખાતાના ગુજરાતના દીપશિખા મેડમ પણ હાજર રહ્યા.ભારતમાં અને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી વિશે પરદેશના લોકો આવી અને ખેડૂતો સાથે સારી રીતે સંવાદ કરે અને જ્ઞાન મેળવી એના દેશમાં ખૂબ સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા સહ.