પૂર્વ ધારાસભ્ય ઠુમરે સચિવશ્રી મહેસુલ ને દસ્તાવેજ નોંધણી રજીસ્ટ્રારમાં મોટાભાગે થતી ભ્રષ્ટ્રનીતી ની ACB તપાસ કરવા માંગ કરી
અમરેલી કોઇપણ વ્યક્તિ મિલકત ખરીદે તો જિલ્લા નોંધણી રજીસ્ટ્રાર આ દસ્તાવેજ નોંધણી નિયમ મુજબ કરતા હોય છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરનાર સબ રજીસ્ટ્રારશ્રી તેમજ દસ્તાવેજ લખનાર અને નોંધણી કરનાર સ્ટેમ્પ વેન્ડર અથવા વકીલ ભ્રષ્ટ્રનીતી અપનાવે છે. રાજકોટથી પ્રસિધ્ધ થતા ગુજરાત સમાચારમા (નકલ સામેલ છે) મિલીભગતના એક તરફી હકક રીલીઝ કરવા માટે ભ્રષ્ટ્રનીતી અપનાવી અને લાંચની માંગણી કરી રૂા.૭૦,૦૦૦/- જેવી માતબર રકમની ભ્રષ્ટ્રાચાર કર્યા અને ACB ના દરોડામાં નોંધણી કરનાર બે વકીલ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ૧ દિવસની રીમાન્ડ મેળવી છે આ પાંચ વ્યક્તિઓના પ્રેસ કટીંગમાં નામ પણ છે. માત્ર અમદાવાદનો બનાવ છે પરંતુ ગુજરાતની મોટાભાગની સબ રજીસ્ટ્રાર કચેરીમાં ખાનગી રાહે આવી ભ્રષ્ટ્રાચાર કામગીરી થતી હોય તો ભ્રષ્ટ્રાચાર આચરનાર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા પત્રથી રજુઆત કરી રહ્યો છું.યુવાનોને નોકરી મળતી નથી અને આવા સારા પગારથી નોકરી કરતા સબ રજીસ્ટ્રાર અને નોંધણી કરનાર વકીલ અથવા સ્ટેમ્પ વેન્ડર ની મિલીભગતના કારણે સામાન્ય માણસ દસ્તાવેજ નોંધણી કરનાર વ્યક્તિ દંડાઇ રહ્યો છે. તો મોટી નોંધણી થતી ઓફીસોમાં, પ્રમથ અને જિલ્લા કક્ષાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં ક્રમશ: ખાનગી રાહે તેમજ ACB મારફત આવી ભ્રષ્ટ્રનીતી આચરતા અધિકારી/કર્મચારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આ પત્રથી રજુઆત કરી રહ્યો છું તુર્તજ યોગ્ય થવા રજુઆત છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા

