પૂર્વ સાંસદ ઠુંમરે ઝોનલ રેલ્વે મેનેજરશ્રી ને લીલીયા રેલવે પ્લેટફોર્મ ની નબળી અંગે ફરિયાદ કરી
અમરેલી જિલ્લાનાં લીલીયા મોટા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ની નબળી કામગીરી અંગે લેખિત ફરિયાદ બાંદ્રા મહુવા ટ્રેન ૨૨૯૮૯ તેમજ મહુવા-સુરત ટ્રેન અમરેલી જિલ્લાના લીલીયા મોટા રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ છે.આ ટ્રેન પેસેંજર શરૂ કરવા માટે તત્કાલીન સાંસદ તરીકે તત્કાલીન રેલ્વે પ્રધાન લાલુજી પાસે રેલ્વેનું પ્રથમ J. V. પીપાવાવ પોર્ટ સાથે કરેલું, ત્યારે ‘માલગાડી ચલાવવી પેસેજર ટ્રેન ન ચલાવવી’ તેવું નક્કી થયેલ. તેમછતા અમરેલી જિલ્લાને રેલ્વેનો લાભ ન મળતો હોય ખુબજ મહેનતના અંતે મહુવા-ભાવનગર અને ત્યારબાદ મહુવા-સુરત ટ્રેન તત્કાલીન રાજ્યમંત્રીશ્રી નારણભાઇ રાઠવા અને સાંસદ તરીકે લીલીઝંડી આપી શરૂ કરવામાં સફળતા મળેલ હતી. હાલ આ રૂટ ખુબજ વાયેબલ થયેલ છે અને સુરત-મુંબઈ જતાં પેસેજરોને ભારેમોટો લાભ મળી રહ્યો છે. આજે સવારે ૨૨૯૮૯ ટ્રેનમાં સુરત થી મારૂ રીઝર્વેશન હતું અને વડોદરા રેલ્વે સ્ટેશનથી આ ટ્રેનમાં બેસી લીલીયા મોટા ઉતરેલ હતો. લીલીયા મોટાનું પ્લેટફોર્મ મોટુ અને સારૂ છે પરંતુ બાજુમાં અડધુ પ્લેટફોર્મ તુટી ગયેલ છે અને કાકરી દેખાઇ રહી છે. મારી સાથે આજે પ્રવાસમાં ૮૦ વર્ષની આસપાસના સીનીયર વડીલ મુસાફરી કરતા હતા, સ્ટેશન પર ઉતરેલ હતા. પ્લેટફોર્મ એટલું ખરાબ હોવાને કારણે કાકરી સીધી દેખાઇ રહી છે આ સીનીયર વડીલ સ્ટેશન પર સ્લીપ થતા થતા રહી ગયેલ હતા, જો તેવો પડયા હોત તો તેમના શરીરને કાકરીના કારણે મોટી ઇજા થયેલ હોત. મારો પ્રશ્ન એ છે કે, રેલ્વે આટલો ખર્ચ કરે છે અને પેસેજરોને સુવિધા મળવાના બદલે સવારના પાંચ વાગ્યે આ રીતે પરેશાન થવું પડે તે કોઇ રીતે ઉચીત ન ગણાય. આ પ્લેટફોર્મ બાંધકામની કામગીરી કરતા કોન્ટ્રાકર એજન્સી અને તે વખતના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને સાઇડ કામનાં સુપરવાઇઝર એ કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરી નબળી કામગીરી થતી હોય, તેવું દેખાઇ રહ્યું છે. આ બાંધકામ વખતે સુપરવાઇઝર, ડેપ્યુટી ઇજનેર, કાર્યપાલક ઇજનેર કેડરના અધિકારીઓ ઉપર પણ પગલા લેવામાં આવે અને આ કામ કરતી એજન્સીને કાયમી બ્લેકલીસ્ટ કરવા રજુઆત સહ માંગણી છે. રેલ્વે આટલો મસમોટો ખર્ચ કરે અને સુપરવાઇઝર આ બાબતમાં કાળજી ન રાખે તો તેમને નોકરીમાંથી બરતરફ કરવા જોઇએ. નવયુવાનોને નોકરી મળતી નથી ત્યારે આવી સરસ નોકરી જેમને મળી છે તેઓ ભ્રષ્ટ્રનીતી અપનાવે તે કોઇપણ સંજોગોમાં વ્યાજબી નથી. તેમના ઉપર કડક પગલા લેવા અને કરેલ કાર્યવાહીની જાણ કરવા આ પત્રથી પુર્વ સાંસદ તરીકે રજુઆત સહ માંગણી કરું છું તુર્તજ યોગ્ય થવા વિનંતી છે સબંધ કરતા રેલવે મેનેજર સહિત ને પત્ર પાઠવી રજુઆત કરી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા

