Gujarat

પાલનપુરની શક્તિ વિદ્યાલયમાં ચાર દિવસીય સમર કેમ્પનો પ્રારંભ, ઝુમ્બાથી કરાટે સુધીની પ્રવૃત્તિઓનું આયોજન

પાલનપુરની શક્તિ વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બાળકોના ઉનાળુ વેકેશનને આનંદદાયક અને રચનાત્મક બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

તા. 22થી 25 એપ્રિલ દરમિયાન ચાર દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના ટ્રસ્ટી કે.કે. પટેલ અને એસ.પી. નાઈના હસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર સ્ટાફે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

કેમ્પમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારે પ્રાર્થનાથી દિવસની શરૂઆત થાય છે.

ત્યારબાદ ઝુમ્બા ડાન્સ, રેમ્પ વોક અને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવે છે. બાળકોને કરાટેની તાલીમ પણ આપવામાં આવી રહી છે. મનોરંજન માટે મૂવી શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શાળા દ્વારા બાળકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરરોજની પ્રવૃત્તિઓ બાદ બાળકોને આરોગ્યપ્રદ નાસ્તો આપવામાં આવે છે.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકો વેકેશનમાં ઘરે બેસીને કંટાળો ન અનુભવે અને નવું શીખવાની તક મળે તે છે.